Suvichar Gujarati:નમસ્કાર મિત્રો, હંમેશની જેમ આજે ફરી એક નવી પોસ્ટ Suvichar Gujarati સાથે. અમે આશા રાખીએ છીએ કે તમને આ પોસ્ટ ગમશે અને તમે તેને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરશો.
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું.
સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર મહાન છે.
ઘર્ષણ વગર ગતિ નથી સંઘર્ષ વગર પ્રગતિ નથી,
આવશે મુશ્કેલી હજારો હજીય એના વગર તો, જિંદગી જિંદગી નથી….
જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે,
ઈશ્વર માં ભરોસો બસ સમયસર સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું…
મને તો મારો એકલાપણું બહુ વહાલું છે કેમ કે ત્યાં મહત્વ બસ મારું છે..
ભૂલો પણ થશે ને લોકો ખોટો પણ સમજશે….
આ જીંદગી છે અહીંયા વખાણ પણ થશે અને થોડી વારે બદનામ પણ કરશે..
માટે ચિંતા નહી ચિંતન કરવું.
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે…
મતલબની વાત તો બધા સમજે છે,
પણ વાતનો મતલબ બહુ ઓછા લોકો સમજે છે..
દરેક મનુષ્યને ચાર ગ્રહ નડતાં હોય છે, સંગ્રહ-આગ્રહ પરિગ્રહ અને પૂર્વગ્રહ.
જિંદગીની આ અમુલ્ય પળો લોકો માણવા કરતા, બીજાને પાડવામાં વધારે વાપરે છે. !!
આ યાદશક્તિ પણ ગજબ છે.કોઈ કહે તો યાદ ન રહે.
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી.
સૌથી વધારે દર્દ તો ત્યારે થાય જ્યારે, કોઈપણ ભૂલ વગર
લોકો આપણને ખોટા સમજી લે છે અને સાથ છોડી દે છે.
Motivation Suvichar Gujarati
સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત નહી,તમારો સમય ૧૦૦% આવશે.
ક્રોધના વિજય કરતા ક્ષમાનો પરાજ્ય ઘણો ભવ્ય હોય છે..
જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે…
જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે
અને એમાંજ સૌથી વધારે સમય લાગે છે.
શિક્ષણ અને સંસ્કૃતિ એ જીવન જીવવાના મૂળ મંત્ર છે,
શિક્ષણ તમને ક્યારેય નમવા દેશે નહીં અને સંસ્કૃતિ તમને ક્યારેય પડવા દેશે નહીં.
ભારે મુસીબત માં થી પણ બહાર કાઢે એનું નામ ભાઈબંધ….!
પોતાના એજ હોય છે જે કહયા વગર સાથે ઉભા રહે છે ,સાહેબ.
કહેવા પર તો કેટલીક વાર અજાણ્યા પણ મદદ કરી દયે છે…
વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું
નથી અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જિદગી .
સારી વ્યક્તિ ને સમજવા માટે સારા “હૃદયની” જરૂર હોય છે, સારું “મગજ” નહિ.
કારણ કે મન હંમેશા “તર્ક” કરશે અને દિલ હંમેશા “પ્રેમ” ની સહાનુભૂતિ જોશે
ક્રોધના વિજય કરતા ક્ષમાનો પરાજ્ય ઘણો ભવ્ય હોય છે..જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે…
નિતી ચોખ્ખી રાખજો, ભલે રૂપિયાવાળુ ના થવાય,
પરિવાર તો શાંતીથી જીવશે, પરંતુ
અનીતિ કરશો તો તમારા પાપનું ફળ તમારા સંતાનો ભોગવશે.
કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી.
Gujarati Suvichar Status
જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે…
બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે.
અપરાજિત એ જ રહી શકે જે વિક્ટ પરિસ્થિતિમાં પણ ખુશ રહી શકે.
ગુસ્સાથી બુદ્ધિ, ઘમંડથી જ્ઞાન અને લાલચથી ઇમાનદારીનો નાશ થાય છે,
સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો આ ત્રણ બુરાઇથી દૂર રહો.
તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ,
અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો..
પ્રેમ પણ કાંટા જેવો છે લાગયા પછી
રાખીએ તો પણ દર્દ થાય અને. કાઢી એ તો પણ
દર્દ થાય
શબ્દોની રેન્જ સારી હોય તો,
માણસોનાં નેટવર્ક ક્યારે પણ તૂટતાં નથી.
એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો રોટલો
સાથે સાથે કોઈ લાગણીશીલ હાથનાં ટેરવાં પણ શેકાયા હોય છે..
આપણામાં ભલે ને આકાશને આંબી જવાની ત્રેવડ ના હોય
પણ બીજાને પાડી દેવાનો ઇરાદો ક્યારેય ના હોવો જોઈએ.
તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો
દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે..
ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી..
Suvichar Gujarati Short
હમણા થી કસ્ટમર કેર વારી નો પણ ફોન નથી આવતો ..
લાગે છે એનુ પણ કયાક સેટીંગ થઇ ગયુ છે
મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ના કરો
પણ દરેક મુશ્કેલીને પંહોચી વળવાની તાકાત તમારામાં વધે તે માટે પ્રાર્થના કરો.
જે લોકો સાથે આપણા સંબંધો ઉંડા હોય છે ને એ લોકો ઘાવ પણ ઉંડા આપે છે…!!
વર્તમાનમાંથી સુખ લેવાનો પ્રયત્ન કરો..ભવિષ્ય ખૂબ કપટી છે. જે ખાલી આશ્વાસન આપશે. ગેરંટી નહીં…
સર્જનશીલ ના થવાય તો કંઈ નહી,પણ દરેક પરિસ્થિતિમાં ” સહનશીલ”જરૂર થજો !!
સમય, સત્તા અને સંપત્તિ ભલે આપણને સાથ ન આપે સાહેબ.
પણ સ્વભાવ, સમજદારી અને સાચો સબંધ હમેંશા સાથે રહે છે.!
સંજોગો સારા હોય કે ખરાબ હોય, પરંતુ હમેંશા સત્યની સાથે જ જીવવું,
કારણકે સત્ય જાગરણ જરુર કરાવશે પરંતુ એ ઉજાગરો કયારેય નથી કરાવતું.
“તક” ની ખાસિયત એ છે કે
એ આવે એના કરતા જતી રહે.ત્યારે વધુ “કિંમતી” લાગે છે.
વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહીં.
ભાઈ-ભાઈબંધ અને પડોશી- આ ત્રણ વ્યક્તિની પ્રગતિ પર ક્યારેય ઈર્ષા ના
કરવી કારણ કે દુખના સમયે પહેલા એ જ આવીને ઉભા રહે છે.
Zindagi Gujarati Suvichar
શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે..
‘બાદ’ થઇ જવું પડે છે,’બાકી’ માથી.
માણસોના પણ દસ્તાવેજ બનાવવાં જરૂરી છે,
ઘણીવાર માણસ બહારથી આપણો અંદરથી બીજાનો નીકળે છે
ઘમંડ શરાબ જેવો હોય છે સાહેબ;
પોતાની સિવાય બધાને ખબર હોય છે કે આને ચઢી ગયો છે…
માણસ તો જોઇએ તેટલા મળે છે પરંતુ
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે..!
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઇમાનદારી રાખજો, કારણ કે, મનગમતું બધું મળી
જાય તો જીવવાની શું મજા? જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે.
Suvichar Gujarati
જેના હદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે
“મને મળેલું દુખ કોઈને ના મળે” અને ” મને મળેલુ સુખ બધાને મળે”….
ભૂલા પડવાનો એકજ ફાયદો છે કેટલાક
નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે અને જાણીતા ની પરખ થાય છે.
ઘણો બધો ફેરફાર આવ્યો છે મારા જીવનની રીત માં
પણ હજુ કોઇ ને ભુલવાની આદત નથી મારા સ્વભાવ માં…
જીવનમાં ખરાબ સમય આપણને પોતાનામાં પારકાનો અને
પારકામાં પોતાના નો સાચો ચહેરો બતાવવા જ આવે છે.
જીંદગી બહુજ અધરુ વ્યાકરણ છે, તત્વ લેવા જાવ તો સત્વ છટકી
જાય છે અને બેઉને પકડવા જાવ તો અસ્તિત્વ છટકી જાય છે.
Good Morning Gujarati Suvichar
જે માણસે ગરીબ,બેકારી,બેરોજગારી જોયેલી હોય તેને કોઈ સાધુ સંત કે
પ.પૂ.ધ.ધૂ. કે કોઈ મોટીવેશનલ સ્પીચની ક્યારેય જરૂર નથી પડતી*
વરસાદનું પાણી કદાચ આ વખતે ખારૂ લાગે તો ચોંકી ના જતા,
આ વખતે મોંઘવારીમાં ઘણી આંખોના આંસુના વાદળો બંધાયા છે.*
આ જીવન આજીવન નથી ઘણી વખત જે દોડવાથી નથી મળતું તે છોડવાથી મળી જાય છે.
કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે,
કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવું પડે.
કર્ણ જેવાં લોકોનો સાથ હોયને તો જ મહાભારત માંડજો,
નહીતર સાથે રહીને નળિયા વેચવી દેનાર શકુની ગામે ગામે હોય છે
આપણી જાતને આપણે જ ખુશ રાખીએ,
આ જવાબદારી કોઈ બીજાને ના આપીએ..!!
સુખી જાતે જ થવું પડે.
દુઃખી તો ગમે તે કરી જાય
માણસનાં નહી,ઈશ્વરના આધારે રહેજો, ઈશ્વર
સંભાળી”લેશે અને માણસ સંભળાવી” દેશે.
ઘણીવાર તમને ધક્કો મારનારને ખબર નથી હોતી કે તે હજુ તમારા લીધે જ ઉભો હોય છે.
ખોટી આશા કોઈની ઉપર ના રાખવી,
તમારી પરવા તમારુ નસીબ કરશે લોકો નહી..
Life Suvichar Gujarati
વિતાવશું તો ઉમર છે પણ જીવશું તો આખી જીંદગી છે,
તકલીફ બન્ને છેડે સરખી જ છે, માણસને ઈશ્વર નથી મળતો અને ઇશ્વરને માણસ.
આજકાલ અસત્ય એટલા માટે જીતી જાય છે કેમ કે સત્યનો સાથ આપવાની બધાની હિમ્મત નથી હોતી..
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહી કરે.
માન એટલે દિમાગથી અપાતો પ્રેમ અને પ્રેમ એટલે દિલથી અપાતું માન.
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે
કાચા કાન. શંકાશીલ નજર અને નબળું મન માણસને સારી સમૃદ્ધિમાં પણ નરકનો અનુભવ કરાવે છે.
Gujarati Suvichar
તમારી ખાનગી વાતોને ખાનગી જ રાખશો. જો વાનગી બની
જશે તો તમારા કરતા વધારે લોકોને ચાખવાની ની મજા આવશે…
પોતાને પણ ખુશ રાખો,
જ્યારે તમે ખુશ થશો ત્યારે જ તમે ખુશીઓ શેર કરી શકશો.
વિતાવશું તો ઉમર છે પણ જીવશું તો આખી જીંદગી છે, તકલીફ બન્ને છેડે સરખી જ છે,
માણસને ઈશ્વર નથી મળતો અને ઇશ્વરને માણસ.
જીવનની દરેક સવાર નવી તક-આશા આપે છે અને દરેક સાંજ નવો અનુભવ આપી જાય છે
ખુદ ને સમય આપવો બહુ જ જરૂરી છે કેમકે સાહેબ
બીજા ને તો જીંદગી આપી દઇએ તો પણ ઓછી પડશે
જીવનમાં એ જ સંબંધ સાચો છે જે
*પીઠ પાછળ પણ આદર આપે છે
તમને આજની Suvichar Gujarati પોસ્ટ કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. અમે ભવિષ્યમાં પણ તમારા માટે આવી રસપ્રદ પોસ્ટ લાવતા રહીશું.
આ પણ વાંચો: